jawahar navodaya vidyalaya selection test in gujarati | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 24
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી અર્થગ્રહણ (Gujarati interpretation) ફકરો – 24
કુદરતની અજાયબીનો કોઇ અંત નથી. આ ધરતીપર કેટકેટલી જાતના જીવ હોય છે! એક કીડીખાંઉ નામનું પ્રાણી જોવા મળે છે દક્ષિણ અમેરિકામાં. અને દાંત જ હોતા નથી! આ પ્રાણી દેખાવમાં ભારે વિચિત્ર. એક - દોઢ મીટર લાંબું હોય છે, ને પૂછડી તો જોઇલો જાણે મેળે મેળે ઊગી નીકળેલી જટાજાળ! એનો બીજો ઉપયોગ તો કશો દેખાતો નથી - સિવાય એ ઊંઘે ત્યારે એ ઓઢે! અને પગે નહોર હોય તે ઊધઇનો રાફડો ફંફોળવાના કામમાં આવે.તમને ખબર તો છે ને કે આ રાફડો બહુ કઠણ હોય છે કીડી ખાંઉ રાફડો ફંફોળી કાઢે અને ઊધઇ બહાર ઊભરાય કે એની લાંબી, ચીકણી જીભે ઊધઇ લપલપાટવા માંડે. શી ઝડપથી એ પલપલાટતું હોય છે!
કીડીખાંઉ ઊંઘે છે ત્યારે શું ઓઢે છે?
પોતાના પગે
પોતાની પૂંછડી
ઘાંસ - પાંદડાં
ઊધઇનો રાફડો
‘કુદરતની અજાયબીનો કોઇ
અંત નથી' આ વાક્યનો અર્થ થાય છે -
કુદરતની અજાયબી ખૂબ છે.
કુદરતમાં કોઇ અંતિમ અજાયબી નથી.
કુદરતની અજાયબીઓ અનંત છે.
કુદરતમાં કેટલીક અજાયબીઓ છે.
કીડીખાંઉ પ્રાણીની વિશેષતા શી છે?
એનો ખોરાક કીડી છે.
એનો દેખાવ સાવ સામાન્ય હોય છે.
એને દાંત હોતા નથી.
એ રાફડામાંથી બહાર નીકળેલી ઊધઇ પણ ખાઇ જાય છે.
કીડીખાંઉના પોતાના પગના નહોર ક્યા કામમાં આવે છે?
કીડીઓને પકડવાના કામમાં
મારવા આવનાર પ્રાણીની સામે સ્વરક્ષા કરવાના કામમાં
ઊધઇ લપલપાટવાના કામમાં
ઊધઇનો રાફડો ફંફાળવાના કામમાં
કીડીખાંઉ ઊધઇનો રાફડો ફંફોળી નાખે પછી તેમાંથી શું બહાર ઊભરાય છે?
કીડીઓ
કીડાઓ
ઊધઇઓ
નાની નાની જીવાત
IPL 2023 માં કોને કેટલા રૂપિયા મળ્યા જાણો
જુનું સંસદ અને નવા સંસદ ભવન વચ્ચેનો તફાવત વિશે જાણો





0 Comments